20121005

જલ્સા કરોને જેંતીલાલ


મિત્રો...! 


જાહેરાતની દુનિયા બહુ જ વિશાળ છે પરંતુ અમુક અમુક તો એવી સિલેક્ટેડ જાહેરાતો હોય કે અડધાવને સમજાય પણ નહિ...તો જુઓ તેવી જ અમુક વિચિત્ર જાહેરાતોના ઉદાહરણ....!


૧. કૈસે ઈસકી લે લું મૈં !
============



ઠંડા પીણાની જાહેરાતમાં એ પીણું પીનારો બીજાની ગર્લફ્રેંડને ચાલાકીપૂર્વક પડાવી લેવાની ઈચ્છા કરે છે અને પીણું પીધા બાદ એના બદઈરાદો પાર પાડવામાં એ સફળ થાય છે. આવી માનસિક ગંદકી કેળવાતી હોય એવા ઠંડા પીણાની શી જરૂર છે?


૨. મજબૂત દાંત
=========



મજબૂત દાંત માટે ટુથપેસ્ટની જાહેરાતમાં એક છોકરાને મકાઈડોડો, અખરોટ તેમજ શેરડીનો સાંઠો ખાતો બતાવ્યો છે. એ જે રીતે મકાઈ અને અખરોટ ખાઈ જાય છે એ જોતા જાહેરાત મજબૂત દાંતની નહિ પરંતુ છોકરાના ભુખાળવા સ્વભાવની હોય એમ લાગે છે.


૩. શરીર હલાવો કોલ્ડ કોફી બનાવો
===================



કોલ્ડ કોફી બનાવવા કોફીજારની સાથે-સાથે શરીરના તમામ અંગોને હલાવતી દિપીકાને જોઈને એક જુની મિમિક્રી યાદ આવે છે: સ્ટેજ પર એક છોકરો જલેબી બનાવનારની નકલ કરીને બધાને હસાવે છે. ચણાના લોટનું ખીરું એક કપડામાં બાંધી રાખીને ઝડપથી હાથને ગોળ-ગોળ ઘુમાવતા કપડાના નીચેના ભાગેથી ઉકળતા તેલમાં જલેબીના ગુંચળા પાડતા કંદોઈની નકલ કરતા છોકરો કપડામાં બાંધેલા ખીરાવાળા હાથને હલાવવાને બદલે પોતાની કમર હલાવે છે ને બધા હસી પડે છે.


૪. ઈંસલ્ટ વિથ મેનર્સ
============



જાહેરાત સ્લીમ મોબાઈલ ફોનની છે. રેસ્ટોરંટમાં એક ટેબલ પર પોતાના હાથની કોણી ટેકવીને હથેળી પર ગાલ રાખીને એક યુવતી બેઠી છે. તેની બરાબર સામે થોડે દુર એક ટેબલ પાસે પચાસ વર્ષની વયના સુટેડ-બુટેડ જેંટલમેન બેઠા છે. પોતાના વિચારોમાં મગ્ન એવા પેલા સદગૃહસ્થનું ધ્યાન અચાનક એ યુવતી તરફ જતાં એમને જોવા મળે છે કે એ યુવતી પોતાને વારંવાર સ્માઈલ આપી રહી છે અને કંઈક કહી રહી છે એટલે એ સજ્જન યુવતી પાસે જાય છે અને કહે છે: ‘યસ પ્લીઝ’. જવાબમાં એ યુવતી હથેળી પરથી પોતાનો ચહેરો હટાવે છે અને જેંટલમેન જુએ છે કે યુવતીની હથેળી અને ગાલ વચ્ચે મોબાઈલ ફોન છે અને ફોન પર એ કોઈની સાથે વાત કરી રહી છે. યુવતી આવેલા સજ્જનને વેઈટર સમજીને ‘એક બ્લેક કોફી’ એવો ઓર્ડર કરે છે અને એ સજ્જન ભોંઠા પડે છે. મોબાઈલ ફોન સ્લીમ બતાવવા માટે મોટી ઉમ્મરના સજ્જનનું અપમાન કરવાની શું જરૂર છે? બે-ત્રણ છેલબટાઉ જુવાનિયાને સામેના ટેબલ પાસે બેઠેલા અને એમાંથી કોઈ એકને એ યુવતી પાસે જતો ને પછી ભુલ કરીને શરમાતો બતાવી ના શકાય ?


૫. આપ આ ગયે ?
==========



ઓફિસેથી ઘરે આવતા પિતાને પોતાના પતિ તરીકે ટ્રીટમેંટ આપતી ત્રણ વર્ષની એક બાળકીને બિસ્કીટની જાહેરાતમાં દર્શાવી છે. કેવું વિચિત્ર ! બાળકો નકલખોર હોય છે એની ના નહિ પરંતુ પિતામાં પતિ જોવો એ નકલનો વિષય હોઈ જ શકતો નથી. એ બાળકી શું બોલે છે ? 


‘આપ આ ગયે ? ફ્રેશ હો જાઓ, મૈં ખાના લગાતી હૂં. કૈસી રહી આપકી મિટિંગ ? ખાના શુરુ કીજીએ, વર્ના ઠંડા હો જાયેગા.’ પોતાની માતાને આ બાળકીએ આ રીતે બોલતા જોઈ છે પરંતુ પોતે દિકરી છે, પત્ની નહિ. દિકરી તરીકેનું પિતા સાથેનું એનું જોડાણ એટલું ઉત્કટ હોય છે કે અન્ય કોઈ પાત્ર એના પિતા સાથે કયા ભાવથી જોડાયેલું છે, એની સાથે કેવા સંવાદો કરે છે, એ વિષય એની કલ્પના બહારનો છે. કોઈ જ સંબંધથી ન જોડાયેલ, નિર્લેપ હોય એ જ વ્યક્તિ આ રીતે અન્ય પાત્રની નકલ કરી શકે.


મિત્રો, જાહેર ખબરોનું કમ હોય છે આપણા આંતરમન પર તેના પ્રોડક્ટની ઊંડી છાપ છોડાવી. આપણે હમેશા આપણી જરૂરિયાતને આધારે ખરીદી કરીએ તો જાહેરાતનો પ્રભાવ ઓછો રહે.


કાલે આવી ૧૯૨ નવી બસો આવી છે, હવે પુરા અમદાવાદ BRTS માં દોડશે

જય જય ગરવી ગુજરાત... જય હિન્દ... વંદે માતરમ...
Photo: કાલે આવી ૧૯૨ નવી બસો આવી છે, હવે પુરા અમદાવાદ BRTS માં દોડશે   જય જય ગરવી ગુજરાત... જય હિન્દ... વંદે માતરમ...

ઇંધણા વીણવા ગઈ તી રે !!

Photo: ઇંધણા વીણવા ગઈ તી રે !!
523
ખતરનાકથી પણ ખતરનાક....કાતિલ.....તુફાની.....ઈંગલીશ !!

Photo: ખતરનાકથી પણ ખતરનાક....કાતિલ.....તુફાની.....ઈંગલીશ !!  એક વાર આખુ વાંચજો....હસો નહિ તો પૈસા પાછા :પી
અટલજી નો ભાગ્યે જ જોવા મળતો ફોટો !!

Photo: અટલજી નો ભાગ્યે જ જોવા મળતો ફોટો !!
સફળ થવું હોય તો સમાજની ચિંતા ક્યારેય ના કરવી કારણ.....જુઓ આ રમુજી છતા જોરદાર શીખ આપી જાય તેવું પોસ્ટર !!

સુપ્રભાતમ...!!

Photo: સફળ થવું હોય તો સમાજની ચિંતા ક્યારેય ના કરવી કારણ.....જુઓ આ રમુજી છતા જોરદાર શીખ આપી જાય તેવું પોસ્ટર !!  સુપ્રભાતમ...!!
Photo: જલ્સા કરોને જેંતીલાલ.....!!