શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી
સ્ટીવમાં બીનપરંપરાનું વૈજ્ઞાાનીક ગાંડપણ હતું. તેની પ્રોડક્ટની કોપી ના થવી જોઈએ. આઇપેડને રીપેર કરાવવા જશો તો તમને કંપની નવું આપવા કહેશે. પોતાની પુત્રીને તે પોતાની નો'તો ગણતો છતાં લિઝાનું નામ તેણે 'ઍપલ લિઝા કોમ્પ્યુટર' તરીકે તેની યાદમાં ઉપયોગમાં લીધુ હતું. આઇમેક, આઇપેડ, આઇપોડ, આઈફોન આ બધામાં આઈ એટલે ઈન્ટેલિજસ પણ આઈ એટલે હું અને હું એટલે સ્ટીવ જોબ્સ.
સ્ટીવ જોબ્સ એટલે ખુમારી. ૧૯૮૪માં તેણે ૩૦ રૃમનું જ્યોર્જ વૉશિંગ્ટનનું ઘર લીધેલું અને ઐતિહાસિક હોવા છતાં નિભાવખર્ચ બહુ આવે એવું કોર્ટને કહી ઘર તોડી નાંખેલું....! ફોર્બ્સના ૪૦૦ની યાદીમાં ૩૯માં ક્રમે સ્થાન પામનાર સેલિબ્રિટી આવું વિધાન કરે એ આશ્ચર્યજનક વાત છે ને ?
સ્ટીવે તેના ઉપકરણો સ્ક્રુ વિનાના બનાવ્યા જેથી કોઈ ખોલી ના શકે ! અને અંદર શું છે તે જાણી ના શકે ! મારું આઇપેડ ૩ મારા લાસા એપ્સોએ ખેંચી લીધું અને રીપેર કરાવવા આઇસ્ટોરમાં ગયો તો કહે, ''આ પ્રોડ્કટ રીપેરેબલ નથી, ૧૯,૦૦૦ ભરો અને નવું આઇપેડ લઈ જાવ !'' નવાનો ભાવ ૩૨,૦૦૦ છે પણ ડિસ્કાઉન્ટ સારૃ એવું...!
સ્ટીવ જોબ પોતાની પ્રોડક્ટને ફેશનેબલ બનાવતા, પ્રોડક્ટના ફોર્મ અને ફન્કશનને સરળ રાખતા. એનિમેશન વિશ્વનું ભવિષ્ય છે. એવું તેણે કહેલું અને તેમની પિકસાર કંપનીને ડિઝનીએ ખરીદેલી ત્યારે તેનો સૌથી મોટો વ્યક્તિગત શેરહોલ્ડર સ્ટીવ હતો ! ઍપલ માટે પણ તેમણે એવી જ ફોરસાઈટ રાખેલી. રૃપર્ટ મુરડોકે કહેલું, ''તેની પેઢીનો સૌથી મહાન CEO એટલે સ્ટીવ !''
સ્ટીવે અંતમાં કહેલું, ''કોઈને મરવું ગમતું નથી. સ્વર્ગમાં જનારને પણ મરવું નથી છતાં મૃત્યુ એ આપણો અંત છે. કોઈ બચી શક્યું નથી. મૃત્યુ જીવનની એક શ્રેષ્ઠ શોધ છે. તે જુનાને ત્યજે છે જેથી નવાને જગા મળે...મહાન શોધક સ્ટીલ વિશે ઓબામાએ ટવીટ કરેલું,'' સ્ટીવની સફળતાને શ્રદ્ધાંજલી એજ છે કે વિશ્વના અનેક લોકોએ તેના પસાર થવાની રીતને, તેણે શોધેલા ઉપકરણ પર જ સમજેલી.
-Gujarat Samachar