-25વર્ષની વયના યુવાનોમાં વધી રહેલું ડાયાબિટીસનું પ્રમાણ -અનિદ્રા, આરામહિન જીવન પ્રણાલી, મહેનતનો અભાવ ગ્લુકોઝને પચતા અટકાવે છે | |
કેરળના એક જાણીતા આયુર્વેદિક સંશોધન કેન્દ્રે કરેલા સંશોધનમાં માલુમ પડયું છે કે યુવાનોમાં વધી રહેલા ડાયાબિટીસના ઉંચા પ્રમાણનું કારણ તંગદિલી છે. અભ્યાસમાં એ બાબત સિધ્ધ થઇ છે કે શરીરમાં ચિંતાને કારણે એક કટોકટીભરી પ્રણાલી જ વિકસે છે. જેના કારણે શરીરમાં જતી શર્કરા (ગ્લુકોઝ) વગેરેનું પાચન મુશ્કેલ બની જાય છે. આ અભ્યાસ ડૉ. સેબસ્ટીન નજરલકટ્ટુ અને તેમના જુથ દ્વારા હાથ ધરાયો હતો. કોટ્ટાયમના દશિટુપેટા ખાતે આવેલી એક હોસ્પિટલમાં આ સંશોધન કરાયું હતું. ૨૫ વર્ષની વય જુથના યુવાનોમાં વધી રહેલા ડાયાબિટીસના પ્રમાણ સંદર્ભે તેમણે આ સંશોધન હાથ ધરાયું હતું. ડૉ. નજરલકટ્ટુના અભ્યાસમાં એ બાબત સામે આવી છે કે વર્તમાન સમયની કાર્ય પ્રણાલીમાં, યુવાન વ્યવસાયકારોમાં ઊંઘનું ઓછું પ્રમાણ એ બાબત સામાન્ય બની રહી છે. તેના કારણે માનવીના મગજમાં તાણ કે તંગદિલીનું પ્રમાણ વધે છે. તેની વિપરીત અસર પાચન તંત્ર અને શરીરના અન્ય ભાગો સાથે સ્વાદુપિંડ પર પણ પડે છે. શરીરમાં દાખલ થતી શર્કરાના પાચન કે અધિક માત્રાના દહનમાં સ્વાદુપીંડમાં ઉત્પન્ન થતા પાચકરસનો મહત્વનો ફાળો હોય છે. ડૉ. નજરલકટ્ટુનું તારણ તેમની એક દાયકાની સંશોધન પ્રવૃત્તિ અને ૨૦ વર્ષ સુધી ડાયાબિટીસના દર્દીઓને સારવાર આપવાના અનુભવ પર આધારીત છે. ડૉ. નજરલકટ્ટુના મતે ડાયાબિટીસની સારવાર માટે પ્રથમ શુન્યને કારણરૃપ ગણાવી છે. અનિદ્રા, આરામનો અભાવ, તંગ મનોદશા એ ડાયાબિટીસનું પ્રથમ કારણ છે. જયારે શ્રમનો અભાવ એ ડાયાબિટીસ-૨ પ્રકારના રોગનું કારણ છે. તેઓ આની સમજ આપતા કહે છે કે જે ખોરાક આપણે લઇએ છીએ તેનું ગ્લુકોઝમાં રૃપાંતર થાય છે. જે ગ્લુકોઝન સ્વરૃપે યકૃત અને સ્નાયુઓમાં સંગ્રહ થાય છે. મહેનતના અભાવે તેનું દહન થતું નથી. જેના પરિણામે તે પરસેવા કે પેશાબ માર્ગે નિકાલ પામે છે. જે ડાયાબિટીસ છે. તેમ ડૉ. નજરલકટ્ટુએ ઉમેર્યું હતું. તેઓ તેમના દર્દીને હંમેશા સોફટ ડ્રીંક અને તૈયાર ખોરાક લેવાની બંધી ફરમાવે છે. તેમના મતે તે ઉપયોગી બેકટેરીયાનો નાશ કરીને પાચન તંત્રને અસંતુલીલ કરે છે તેમાં રહેલા રક્ષકો (પ્રીઝર્વેટીવ્ઝ) શરીરમાં પાચનમાં ઉપયોગ થતા બેકટરીયાનો નાશ ઔકરે છે. |
Gujarat Samachar