-જે જીવ પોતાનો વર્તમાનકાળ યોગ્યપણે ઉત્તમપણાંથી સાચવી શકે છે, તેનો ભવિષ્યકાળ પણ સચવાયેલો જ રહે છે.
- પર (પારકાં)ની સેવા પ્રભુની સેવા સમજો. સેવા લેનાર, સેવા દેનાર ઉપર સેવા કરવાની તક આપીને ઉપકાર કરે છે.
- ‘હરિ ૐ’ આશ્રમ વેબ સાઈટ—————————————————–
- ચુનીલાલ ઠક્કર
- ૪, સપ્ટેમ્બર-૧૮૯૮; સાવલી( જિ. વડોદરા)
- ૨૩, જુલાઈ- ૧૯૭૬; ફાજલપુર( જિ. વડોદરા)
- માતા-સૂરજબા; પિતા- આશારામ
- ૧૯૧૯ - મેટ્રિક
- ૧૯૦૫-૧૯૧૮ – આકરી મજૂરી સાથે તૂટક તૂટક અભ્યાસ
- ૧૯૧૬ – પિતાનું અવસાન
- ૧૯૧૯-૧૯૨૦ - વડોદરા કોલેજમાં જોડાયા પણ અધવચથી અભ્યાસ છોડી દીધો
- ૧૯૨૧- ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ ત્યાંય અભ્યાસ એક જ વર્ષમાં છોડી, હરિજન સેવામાં લાગી ગયા.
- ૧૯૨૨- ફેફરુંના રોગથી કંટાળી ગરૂડેશ્વરની ભેખડ પરથી આત્મહત્યાનો પ્રયાસ; પણ દૈવી બચાવ.
- ‘હરિ ૐ’ મંત્રના સતત જાપથી રોગમુક્ત થયા.
- ૧૯૨૩- ( વસંત પંચમી) પૂ. શ્રી. બાલયોગીજી પાસે દિક્ષા. શ્રી, કેશવાનંદ ધૂણીવાળા દાદાના દર્શને સાંઈખેડા ગયા. ત્યાં રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર હરિજન સેવા
- ૧૯૨૭- હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ; પરિણામે ‘હરિ ૐ’ મંત્ર અખંડ થયો
- ૧૯૨૮ – પહેલી હિમાલય યાત્રા
- ૧૯૨૮- સાકોરીના પૂ. ઉપાસનીબાબાની સાથે સાધના. બધી સૂધ બૂધ ખોઈ, મળમૂત્ર માં જ પડ્યા રહ્યા.
- ૧૯૩૦ – મનની નીરવતાનો સાક્ષાત્કાર
- ૧૯૩૦-૩૨ આઝાદીની લડતમાં ભાગને કારણે સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલોમાં કારાવાસ, સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ
- વીસાપુર જેલમાં વિદ્યાર્થીઓને સમજાવવા સરળ ભાષામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિવરણ ‘જીવન ગીતા’ લખ્યું.
- ૧૯૩૪ - સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર
- ૧૯૩૪-૩૯ - હિમાલયમાં અઘોરીબાબા પાસે, ધુંવાધારની ગુફામાં અને નર્મદાકિનારે નગ્ન દેહે ૨૧ ધૂણી ધખાવી સાધના; શીરડીના સાંઈબાબા પાસેથી અંતિમ તબક્કાની સાધનાનું માર્ગદર્શન
- ૨૯, માર્ચ- ૧૯૩૯ – કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર; હરિજન સેવક સંઘમાંથી રાજીનામું
- ૧૯૪૨ – હરિજન સેવક સંઘમાંથી છૂટા થયા છતાં, હરિજન કન્યા છાત્રાલય માટે મુંબાઈમાં ફાળો ઉઘરાવ્યો.
- ૧૯૪૫- હિમાલયની યાત્રા દરમિયાન અદ્ભૂત અનુભવો
- ૧૯૪૬- સાબરમતી હરિજન આશ્રમમાં મીરાં કુટિરમાં મૌન એકાંતનો પ્રારંભ
- ૧૯૫૦ – દક્ષિણ ભારતના કુમ્ભકોણમ્માં કાવેરી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના (૧૯૭૬ પછી એ આશ્રમ બંધ કરાયો છે.)
- ૧૯૫૪ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં એક ઓરડીમાં મૌન એકાંતનો પ્રારંભ
- ૧૯૫૫- નડિયાદ શેઢી નદીના કાંઠે ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
- ૧૯૫૬ – સૂરતના ‘કુરુક્ષેત્ર’માં ‘હરિ ૐ’ આશ્રમની સ્થાપના
- ૧૯૬૨થી – ‘હરિ ૐ’ આશ્રમ દ્વારા લોકકલ્યાણનાં કામોનો પ્રારંભ
- ૧૯૬૮-૧૯૭૫ – શરીરના અનેક રોગો છતાં સતત પ્રવાસ અને અધ્યાત્મ અને સ્વાનુભવના ૩૬ ગ્રન્થોનું લેખન/ પ્રકાશન
- ૧૯૭૬ – ફાજલપુરમાં મહી નદીના કાંઠે શ્રી. રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં આનંદ પૂર્વક દેહત્યાગ
- મૃત્યુ બાદ મળેલ દાનમાંથી ગુજરાતના પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બાધવાનો આદેશ.
સાભાર
- ‘ શ્રી મોટા સાથે હિમાલય યાત્રા’ – શ્રી. નંદુભાઈ શાહ ; ‘હરિ ૐ’ આશ્રમ પ્રકાશન, સૂરત